"એય, હું તને…." એક ખુલ્લો પ્રેમપત્ર પરિણામ :
* પ્રથમ શ્રેષ્ઠ :-
માય વૅલેન્ટાઇન માય ફેરી – Varsha Kukadiya
ઉઘાડજે જયારે... – ધર્મેશ ગાંધી
તારા શબ્દોનો બંધાણી – Bakul dekate
પ્રિય રોજગારી – Yashvant Thakkar
એય, હું તને.... – Dr.Jignesh Lathiya"PRALAY"
મુંબઈ મેરી જાન – aateka Valiulla
એક પત્ર.. મારા ભૂતકાળના વર્તમાનને – માનસી પટેલ'માહી'
એક પત્ર, પત્રને... – હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ"
* દ્વિતીય શ્રેષ્ઠ :-
એક પ્રેમ પત્ર..મારી વ્હાલી માં ને... – जागृति झंखना मीरा
મારો પ્રથમ પ્રેમ, ફેરારી – ગિરીશ મેઘાણી
પ્રેમપત્ર પ્રભુને – Padmaxi Pranjal
એક પત્ર વહાલી પ્રિશાને... – મીરા પટેલ "રાઈટર ગર્લ"
તું સી ગ્રેટ હો....!! – આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી
એક પ્રેમપત્ર મારી માતૃભાષા ને નામ – shital ruparelia
ગુજરાતી ગામડિયો – Bharat Rabari
અંતિમ ધડકન સુધી – Purvi Chokshi
હું તને પણ પ્રેમ કરું છું! – Dr. Riddhi Mehta
વહાલા ખ્વાબ – SABIRKHAN PATHAN
લાગણી નું એક મોઝું વહાલા પ્રેમી..પ્રિય સખા ..એવા સ્વ પતિને.. – Geeta Chavda
હર ફીક્ર કો ધુંવેમેં ઉડાતા ચલા ગયા... – Bharat Chaklasiya
પડકારને પત્ર – નૂતન 'નીલ' કોઠારી
એય,હું તને..એક ખુલ્લો પ્રેમપત્ર કૃષ્ણને. – heena dave
મિત્રો –
પ્રેમ .. આમ તો આ અઢી અક્ષરનો શબ્દ. કેટકેટલું સમાયેલું છે આ શબ્દમાં. આ શબ્દ, જે બે વ્યક્તિ વચ્ચેના સંબંધને દર્શાવે છે એ બે વ્યક્તિઓ બે પ્રેમી-પ્રેમિકા હોઈ શકે, પતિ-પત્ની હોઈ શકે, ભાઈ-બહેન હોઈ શકે, માતા-પુત્ર કે પુત્રી હોઈ શકે, પિતા-પુત્ર કે પુત્રી હોઈ શકે, બે ભાઈઓ કે બે બહેનો પણ હોઈ શકે, બે મિત્રો કે બે સખીઓ પણ હોઈ શકે..
આવા જ કોઈ સંબંધે આપ કોઈને કહેવા માંગો છો કે તમે એને પ્રેમ કરો છો ને એને કહી નથી શકતા, તો આવો એક મોકો શોપિઝન આપને આપી રહ્યું છે. આપની પ્રિય વ્યક્તિને ખુલ્લો પ્રેમપત્ર લખો. આપની તેના તરફની લાગણીઓને શબ્દોમાં ઢાળી પત્રરૂપે જણાવો કે તમે તે વ્યક્તિને કેટલો પ્રેમ કરો છો.
નિયમો :
1. શોપિઝન પત્ર સ્પર્ધા તારીખ ૧૦/૨/૨૦૨૧ મધરાત્રથી શરુ થશે અને તારીખ ૧૦/૩/૨૦૨૧ મધરાત્રે ૧૨ વાગ્યે પૂરી થશે.
2. શોપિઝન સ્પર્ધા તમામ લેખકો માટે ખુલ્લી છે પણ શોપિઝન અને સફારી ઇન્ફોસોફ્ટના કર્મચારીઓ અને એમના ફેમીલી મેમ્બર્સ આમાં ભાગ લઈ શકશે નહિ.
3. શોપિઝન સ્પર્ધામાં આપ માત્ર અને માત્ર શોપિઝન માટે લખાયેલી કૃતિઓ (શોપિઝન એક્સક્લુસિવ) જ મૂકી શકશો.
4. કોઈપણ પ્લેટફોર્મ કે અન્ય માધ્યમમાં અગાઉથી પ્રકાશિત રચનાઓ માન્ય ગણાશે નહિ. જો આપની કૃતિ અન્ય જગ્યાએ પ્રકાશિત થયેલી જણાશે તો એ આપોઆપ રદબાતલ ગણાશે.
5. કોઈપણ જાતની નકલ અથવા તો ઉઠાંતરી કરેલી રચનાઓ અયોગ્ય ઠરશે (આ કાનૂની અપરાધ છે) અને જો કોઈ આ નિયમ તોડશે તો એમના પણ કાનૂની પગલા લેવામાં આવશે. અમદાવાદ જુરીસડીકશનમાં એની કાર્યવાહી થશે.
6. એક વ્યક્તિ વધુમાં વધુ ૫ (પાંચ) રચનાઓ સબમિટ કરી શકશે. (અન્ય જગ્યાએ એ પ્રકાશિત થયેલી હોવી જોઈએ નહિ.)
7. આપની રચના ‘પ્રેમપત્ર’ (ઉપર બેનર નીચે લખ્યા મુજબ) હોવી જોઈએ અને ઓછામાં ઓછા ૮૦૦ (આઠસો) અને વધુમાં વધુ ૧૫૦૦ (પંદરસો) શબ્દોની હોવી જોઈએ.
8. શોપિઝનમાં કોઈપણ જાતની ધાર્મિક ઉશ્કેરણી કરવી કે અપશબ્દો લખવા કે અયોગ્ય/અશ્લીલ પ્રકારનું સાહિત્ય લખવાની મનાઈ છે. આપણા દેશના નેતાઓ અને અન્ય મહાનુભાવો વિષે અયોગ્ય લખવા પર પણ પ્રતિબંધ છે.
9.પત્ર મૌલિક હોવો જોઈએ. ભાષાકીય મર્યાદા સમજીને આપ રચના પ્રકાશિત કરશો. આ અંગેની સઘળી જવાબદારી રચનાકારની રહેશે.
10. નિર્ણાયકો પરિણામની તારીખ આપશે એટલે જાહેર કરવામાં આવશે.
11. વિજેતાઓને શોપિઝન માન્ય પેનલ દ્વારા જાહેર કરવામાં આવશે અને એ અંગે કોઈ વિવાદ નહિ ચલાવી લેવાય. પેનલનો નિર્ણય આખરી રહેશે. જો કોઈને એ વિષે ફરિયાદ હોય તો એ શોપિઝન કેરમાં ફોન કરીને કે ઇમેલ કરીને નોંધાવી શકે છે.
12. શોપિઝન આપને ખાતરી આપે છે કે આ સ્પર્ધા એકદમ નિષ્પક્ષ રીતે યોજાશે અને ગુણવત્તા સભર રચનાઓને જ પ્રાધ્યાન્ય આપવામાં આવશે. આમાં કોઈપણ જાતનો ભેદભાવ કરવામાં આવશે નહિ. શોપિઝન આપને એ પણ ખાતરી આપે છે કે એક વાર સ્પર્ધાના વિજેતા જાહેર થઈ જાય એટલે ૧૫ દિવસની અંદર આપના બેંક એકાઉન્ટમાં આપનો પુરસ્કાર જમા થઈ જશે.
13. સ્પર્ધામાં આવેલી રચના એક વર્ષ સુધી અન્ય કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકી શકાશે નહિ.
14. જો સ્પર્ધા અંગે કોઈપણ વિવાદ થાય તો એનું જ્યુરીશડીકશન અમદાવાદ (ગુજરાત) કોર્ટ રહેશે.
પુરસ્કારની માહિતી :
પ્રથમ શ્રેષ્ઠ વિજેતા કૃતિઓને ૧,૦૦૦/- (એક હજાર) નો પુરસ્કાર આપવામાં આવશે અને બે શોપિઝન ઈ બુક્સ કે પીઓડી ભેટ સ્વરૂપે આપવામાં આવશે.
દ્વિતીય શ્રેષ્ઠ વિજેતાઓને પુરસ્કારમાં એક શોપિઝન પેઈડ ઈ બુક કે પીઓડી ભેટ સ્વરૂપે મળશે.
તો મિત્રો તૈયાર થઈ જાવ આપના પ્રિય પાત્રને પત્ર લખવા માટે. આપને જો કોઈ સુચન હોય તો અમારા ઈમેલ આઈડી પર આપ મોકલી શકો છો. support@shopizen.in