'રાધા કૃષ્ણ - શાશ્વત પ્રેમ' કાવ્ય સ્પર્ધા ( 31 December 2019 To 31 January 2020 )



'રાધા કૃષ્ણ - શાશ્વત પ્રેમ' કાવ્ય સ્પર્ધા

રાધા કૃષ્ણ - શાશ્વત પ્રેમ સ્પર્ધા પરિણામ :

કૃષ્ણ હારોહાર છે..કુસુમ કુંડારિયા

કાનુડા ફરી આવજે...ગઢવી રમેશદાન મોજુદાન

સપનામાં મળી જાય....રાજુસર ગરસોંદિયા

રોઇ ન શકેલી રાધાનું ગીતજગદીપ ઉપાધ્યાય

કૃષ્ણ હઠનિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

સખીવૃંદમાંથી કૃષ્ણને નીરખતી રાધાનું ગીતજગદીપ ઉપાધ્યાય

રાધા રાસે રમે છે....રાજુસર ગરસોંદિયા

સર્વત્ર કૃષ્ણમય રાધા દીક્ષા પંડ્યા જલ્પેશ પટેલ

પ્રીતમનો પ્યાલોઆશુમાન સાઈ યોગી રાવલદેવ

ગીતહિના દવે

અદ્વૈત પ્રેમનૂતન 'નીલ' કોઠારી

સુરજ ડૂબી ગયો હતો, ચંદ્ર પૂર્ણ રીતે ખીલ્યો હતો, ઝાડ નીચે આંખો બંધ કરીને વાંસળી વગાડતા વિષ્ણુજીએ કૃષ્ણરૂપ ધારણ કરી લીધું હતું ! અચાનક ક્યાંકથી થોડા ગોવાળીયાઓ અને ગોપીઓ પ્રગટ થઈ ! એમણે શ્રીકૃષ્ણની આજુબાજુ રાસ રમવાનો શરુ કર્યો ! શ્રીકૃષ્ણએ આંખો ખોલી અને એક મધુર સ્મિત કર્યું અને વાંસળી વગાડવાનું ચાલુ રાખ્યું, એમણે જોયું તો યમુનાની સામેના કાંઠે એક ઓળો પ્રગટ થયો હતો, “આવું છું કાન્હા, આવું છું” એણે સાદ પાડ્યો. એક સ્મિત ફરીથી શ્રીકૃષ્ણના હોઠો પર આવી ગયું ! “રાધા ! આવી ગઈ તું !!!” 

એમણે આંખો બંધ કરી દીધી અને વાંસળી વગાડવાનું ચાલુ રાખ્યું ! સૃષ્ટિ પણ આ અદભૂત દ્રશ્ય જોઈ રહી હતી. બધું જ એકાકાર થઈ ગયું હતું ! શ્રી વિષ્ણુને આટલી શાંતિ ક્યારેય નહોતી મળી ! 

રાધા કૃષ્ણ પ્રેમ શાશ્વત છે, અમર છે, સદીયો વીતી ગઈ પણ આ પ્રેમ હજુ લોકોના માનસમાં છે. કવિઓની પંક્તિઓમાં, હવાઓમાં ભળેલી સુગંધમાં, પ્રથમ વરસાદ પછી ભીની થતી માટીની સુગંધમાં, દરેક પ્રેમ કરનારના હૃદયમાં જીવિત છે. આવી મહાન અને અવિસ્મરણીય પ્રેમકથાને શોપિઝન ફરીથી એક વાર જીવિત કરવા માંગે છે જેથી આવનારી પેઢીઓ એને એક નવા સ્વરૂપે માણી શકે. 

શોપિઝન કાવ્ય સ્પર્ધામાં આપનું સ્વાગત છે. રાધા કૃષ્ણ અને એમાં શાશ્વત પ્રેમ ઉપર કવિતા લખો – તમામ પ્રકારની કવિતાઓ માન્ય રહેશે.

નિયમો :


•        શોપિઝન રાધા કૃષ્ણ - શાશ્વત પ્રેમ – કવિતા સ્પર્ધા તારીખ 31/12/2019 થી શરુ થશે અને તારીખ 31/01/2020 મધરાત્રે ૧૨ વાગ્યે પૂરી થશે.
 
•        શોપિઝન સ્પર્ધા તમામ લેખકો માટે ખુલ્લી છે પણ શોપિઝન અને સફારી ઇન્ફોસોફ્ટના કર્મચારીઓ અને એમના ફેમીલી મેમ્બર્સ આમાં ભાગ લઈ શકશે નહિ.
 
•        શોપિઝન સ્પર્ધામાં આપ માત્ર અને માત્ર શોપિઝન માટે લખાયેલી કૃતિઓ (શોપિઝન એક્સક્લુસિવ) જ મૂકી શકશો. કોઈ પણ અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર કે અન્ય જગ્યાએ પ્રકાશિત રચનાઓ માન્ય ગણાશે નહિ. જો આપની કૃતિ અન્ય જગ્યાએ પ્રકાશિત થયેલી જણાશે તો એ આપોઆપ રદબાતલ ગણાશે.
 
•        કોઈપણ જાતની નકલ અથવા તો ઉઠાંતરી કરેલી રચનાઓ અયોગ્ય ઠરશે અને જો કોઈ આ નિયમ તોડશે તો એમના પણ કાનૂની પગલા લેવામાં આવશે. અમદાવાદ જુરીસડીકશનમાં એની કાર્યવાહી થશે.
 
•        તમામ પ્રકારના કાવ્ય પ્રકાર માન્ય ગણાશે.
 
•        આ સ્પર્ધામાં આપ ગમે તેટલી કવિતાઓ મૂકી શકો છો. એમાં કોઈ બાધ નથી.
 
•        શોપિઝન સ્પર્ધાઓમાં કોઈપણ જાતની ધાર્મિક ઉશ્કેરણી કરાવી  કે અપશબ્દો લખવા કે અયોગ્ય/અશ્લીલ પ્રકારનું સાહિત્ય લખવાની મનાઈ છે. આપણા દેશના નેતાઓ અને અન્ય મહાનુભાવો વિષે અયોગ્ય લખવા પર પણ પ્રતિબંધ છે. કવિતા કાલ્પનિક હોવી જોઈએ અને મૌલિક હોવી જોઈએ. ભાષાકીય મર્યાદા સમજીને આપ રચના પ્રકાશિત કરશો. આ અંગેની સઘળી જવાબદારી રચનાકારની રહેશે.
 
•        શોપિઝન સ્પર્ધા સમાપ્તિ પછી રીઝલ્ટ ડિક્લેર કરવાની તારીખ પણ જાહેર  કરવામાં આવશે.
 
•        વિજેતાઓને શોપિઝન માન્ય પેનલ દ્વારા જાહેર કરવામાં આવશે અને એ અંગે કોઈ વિવાદ નહિ ચલાવી લેવાય. પેનલનો નિર્ણય આખરી રહેશે. જો કોઈને એ વિશે ફરિયાદ હોય તો એ શોપિઝન કેરમાં ફોન કરીને કે ઈમેલ કરીને નોંધાવી શકે છે.

•        શોપિઝન આપને ખાતરી આપે છે કે આ સ્પર્ધા એકદમ નિષ્પક્ષ રીતે યોજાશે અને ગુણવત્તા સભર વાર્તાઓને જ પ્રાથમિકતા આપવામાં આવશે. આમાં કોઈપણ જાતનો ભેદભાવ કરવામાં આવશે નહિ. શોપિઝન આપને એ પણ ખાતરી આપે છે કે એક વાર સ્પર્ધાના વિજેતા જાહેર થઈ જાય એટલે ૭ દિવસની અંદર આપના બેંક એકાઉન્ટમાં આપનો પુરસ્કાર જમા થઈ જશે.
 
•        જો સ્પર્ધા અંગે કોઈપણ વિવાદ થાય તો એનું જ્યુરીશડીકશન અમદાવાદ (ગુજરાત) કોર્ટ રહેશે.
 
•        શોપિઝનમાં અગાઉ પ્રસ્તુત થયેલી રચના માન્ય ગણાશે નહિ.
 
પુરસ્કારની માહિતી :

પ્રથમ શ્રેષ્ઠ કવિતાઓને  ₹ ૫૦૦ /- નો પુરસ્કાર અને ડીજીટલ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.
 
વિજેતાઓને મેસેજ અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે.
 
આપને જો કોઈ સૂચન હોય તો અમારા ઈમેલ આઈડી પર આપ મોકલી શકો છો. support@shopizen.in



'રાધા કૃષ્ણ - શાશ્વત પ્રેમ' કાવ્ય સ્પર્ધા Books