લખવાનું મન થયું એટલે લખવાનું શરૂ કર્યું. માઇક્રોફિક્શન, ટુંકીવાર્તાઓ લખું છું. કેતન મુન્શી વાર્તાસ્પર્ધામાં મારી કૃતિ "ભરડીયું" દ્વિતીય વિજેતા બની છે. ક્યારેક બ્લોગ દ્વારા વ્યક્ત થવાનો પ્રયત્ન કરું છું. જાન્યુઆરી 2019થી કલમ ઉપાડી. મમતા સ્પર્ધામાં મારી વાર્તાએ ઉલ્લેખનીય કૃતિ તરીકે સ્થાન મેળવ્યું. માર્ચ 2021માં "જીવનમાંથી જડેલી વાર્તા" સ્પર્ધામાં ₹21,000નું પ્રથમ પારિતોષિક મળ્યું. દિવ્યભાસ્કરમાં માઇક્રોફિક્શન છપાઈ છે. ત્રણ સહિયારા પુસ્તકોમાં ભાગ લીધો છે. જીવનની પ્રત્યેક ક્ષણમાં વાર્તા તો મળે જ છે. શબ્દોમાં ઢાળવાની કોશિશ કર્યા કરું છું.