સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે.
આકાશવાણી આમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસરિત થતાં રહે છે.
Book Summary
જરૂરિયાત શોધખોળની માતા છે. રોજ સવાર સવારમાં એકબીજાંને મળી શકાય એ માટે જયદીપે સુંદરપુરાના રસ્તાની શોધ કરી હતી. પોતાના ઘરથી એ જગ્યા દૂર ન હોવાથી કલગીને પણ એ જગ્યા માફક આવી ગઈ હતી. કુદરતી વાતાવરણમાં એકબીજાંને મળવાની સુવિધા પ્રાપ્ત થવાથી બંને જણાં ખુશ હતાં. તેઓ જૂના જમાનાના પ્રેમીઓ નહોતાં કે એકબીજાંને દૂરથી જ જોઈને કે પ્રેમપત્રો લખીને જ સંતોષ માને.
પરંતુ આજે એમની ખુશીમાં ભંગ પડ્યો હતો. અણધારી ઉપાધિ આવી પડી હતી.
[વાર્તામાંથી]