જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (12 July 2023)જે પુરુષે એનાં જીવનને ખાલીપાથી ભરી દીધું હોય, એવી સ્ત્રી, એ પુરુષે એનાં જીવનમાં આપેલ એ તોફાનને કેટલી સહજતાથી સ્વીકારી, એ જ પુરુષની એ ભૂલનાં ખાલીપાને મમતાથી ભરવા, ભીની સજળ આંખે ને ખીલતાં ચહેરા સાથે એક પળમાં નિર્ણય લઈ શકવાને સમર્થ હોય છે, કે પછી એ એટલી હદે પોતાને ભીતરથી પથ્થર બનાવી પોતાની જ આશાઓનો દરિયો ક્યાંય ખૂણામાં સંતાડી પોતાનાઓની ખુશી માટે કોઈ પણ હદે જવા તૈયાર હોય છે..! એમ જ એક સ્ત્રીને સહનશીલતાની મૂરત થોડી કહી છે..?! ખરેખર અદભૂત અદ્ભૂત ઉમંગભાઈ.. હંમેશની માફક જ વિષય, વર્ણન, શબ્દાવલી, સંવાદ ને અંત બધુ જ લાજવાબ.. આપની લેખનશૈલી ખરેખર બેમિસાલ છે, જે વાંચકને મજબૂર કરી દે છે, સંપૂર્ણ રસબોળ થઈ એમાં ઓતપ્રોત થવા માટે..👏👏👍👍
લેખન એક વહેતી નદી, વહેતું પાણી જે સદાય અનેક વળાંકો અને અવરોહોને પાર કરે, પહાડો અને ચટ્ટાનોને પણ ચીરી નાખે અને અંતે વાચકોની અપેક્ષઓના દરિયામાં મળી જાય.
Book Summary
ખાલીપો ભીતરનો સ્નેહના સથવારે વહી જાય છે,
એક અજાણી વ્યક્તિ પણ ક્યારેક કોઈ કહાણી કહી જાય છે,
વરસતા વરસાદમાં પલળજો તો ખરા એક વખત,
વરસાદમાં પણ કયારેક કૈંક ના સમજાય એવું થઇ જાય છે.