• 04 February 2022

    વિચાર વિહાર

    જન્મદિવસનો આનંદ

    5 153



    ભારતીય પ્રજા ઉત્સવ પ્રિય છે. આપણે લોકો આખા વરસમાં અનેક ઉત્સવો ઉત્સાહભેર ઉજવીએ છીએ અને એનો ભરપૂર આનંદ પણ લૂંટીએ છીએ. પરંતુ છેલ્લાં કેટલાંક વરસોથી વેસ્ટર્ન જગતના કેટલાક તહેવારો અને રીતભાતોને પણ આપણે આનંદના નામે અપનાવી લીધી છે. કોકવાર સવાલ થાય છે કે આ ખરેખર 'આનંદ' છે કે દેખાદેખી?


    એવી જ એક રીતભાત આપણે સ્વીકારી લીધી છે, રાત્રે 12 વાગ્યે કેક કાપવાની અને જેનો જન્મ દિવસ હોય એના પર કેક લગાડીને આનંદ લેવાની! જન્મદિવસનો આનંદ દીપ પ્રગટાવીને, સૂર્યોદયના બદલે જ્યોત બૂઝાવીને, રાત્રિના સમયે થાય છે એ તો કદાચ સમય સાથે પચતું થઈ ગયું છે પણ કેક કાપીને લોકોના ચહેરા પર કેક રગદોળવવામાં આપણે કયા પ્રકારનો આનંદ લઈએ છીએ એ સમજાતું નથી! હવે તો ચહેરા પર લગાવવા માટે પણ ખાસ કેક પણ બનાવવામાં આવે છે! એક અહેવાલ અનુસાર ભારત દેશમાં રોજ રાત્રે લગભગ 20 કરોડ લોકો ભૂખ્યાપેટે સૂઈ જાય છે અને રોજ લગભગ 7000 ભારતીયો ભૂખમરાને લીધે મોતને ભેટે છે. આવી પરિસ્થિતિમાં શું અન્નનો આવો બગાડ યોગ્ય છે?


    શુભેચ્છાઓ પાઠવવા આપણી સંસ્કૃતિમાં તિલક છે અને ચહેરા પર રંગ લગાવીને આપણે ડોલઉત્સવ(ધૂળેટી) ઉજવીએ જ છે તો શું આ કેક લગાવવાની પ્રથા અટકાવવી ન જોઈએ?


    આપણાં દેશમાં કેટલાય ભાઈ- બહેનો એવા છે જેમણે કેક ક્યારેય ચાખી જ નથી અથવા જેમના માટે કેક એક 'સ્વપ્ન ખરીદી' છે. કેટલાય લોકો માટે એ કેક આખા દિવસનું ભોજન પણ બની શકે! કોઇકના પેટ ઠારવા કરતાં, કોકના ચહેરા પર રગદોળેલી કેકનો આનંદ શું વધુ હોય છે?


    એક વિચાર.. વિહાર..



    પૂર્વી ચોકસી


Your Rating
blank-star-rating
namrata shah - (15 February 2022) 5

1 1

Mita Mehta - (09 February 2022) 5
Very true, દેખા દેખિમા આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છિએ, આ સુધારવુ ખૂબ જરૂરી છે, સુંદર વિચાર 👍

2 1

ઉમંગ ચાવડા - (06 February 2022) 5

1 1

Mayank Chokshi - (05 February 2022) 5
સમય સાથે જીવવું જરુરી છે... પણ કોઈ પણ દેખા દેખી ના હોવી જોઈએ.... ઉત્સાહ માં બગાડ ના થવો જોઈએ.. પછી તે લગ્ન હોય કે જન્મ દિવસ...

1 1

અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ" - (05 February 2022) 5
ખુબ જ સરસ .. મારી નવલકથા રણની કાજુડી વાંચજો

1 1

Bijal Butala - (04 February 2022) 5

1 1

રચનાઓ મીના શાહની - (04 February 2022) 5
સારો સમજ ભર્યો લેખ

1 1