૧. 2020નું નામ બદલીને 2021 કરી નાખીએ તો?
જ. લ્યો, આમની નજર તો સીધી ભગવાનની ખુરશી પર છે.
૨. *આપ સવાલનો જવાબ આપવા એક સવાલ કેટલી વખત વાંચો છો?*
જ. આ પરીક્ષા થોડી છે કે સવાલો વાંચીને જ જવાબ અપાય?
૩. "ખોદ્યો પહાડ ને નિકળયૉ ઉંદર" 🤔ઉંદર જ કેમ સાપ કેમ નહી !?🤨
પ્રકાશ પટેલ , વલસાડ
જ. કારણકે પોતાના જીજાજી સાથે હમદર્દી રાખવી પડે.
૪. ધોબીનો કૂતરો ન ઘર નો ન ઘાટ નો આ કહેવત બીજા કોના માટે લાગુ પડે?
જ. બોયફ્રેન્ડ માટે.. પતિ તો તો પણ ઘરનો હોય..
૫.Gf ને રસોઈ ન આવડતી હોય તો તેની સાથે લગ્ન કરાઇ ખરા(આર્યન નો પ્રશ્ન)
જ. હા જી... આવડતી હશે તો પણ તમિરે જ શીખવાનું છે.
૬. આ દશેરાના દિવસે ઘોડા કેમ ન દોડે?
જ. એ દિવસે એમના જ એક જાતબંધુનો મરણદિન. બધા ગધેડાને સળગાવે ને એટલે?
૭. શુ સાચે જ ટીપે ટીપે સરોવર ભરી શકાય?
જ. હા..... તમારા લોકરમાં પડેલા ઘરેણાં એમ જ ભેગા થયા છે.
૮. ખાલી ચણો કઈ રીતે વાગી શકે?
જ. જેવી રીતે એક વેલણ વાગે..
૯. સંબંધો તો સ્વર્ગમાં રચાય છે,
તો આપણને પૃથ્વી પર કેમ મોકલ્યા ???
જ. પાછલા જનમના કર્મોનો બદલો આપવા.
૧૦. કાનૂનના હાથ જ કેમ લાંબા હોય છે ??
પગ કેમ નહીં ?
જ. કારણ કાનૂન ચુડેલ છે, જીન નહીં.
૧૧.હવે મેતો વાતો સાંભળી છે કે પ્યાર અંધા હોતા..હે....સાચી વાત છે.??????
જ. આ પ્શ્નના જવાબ માટે એક વખત આપની પત્ની તરફ નજર નાંખવી. અને પછી અમને જણાવવું કે પ્રેમ છે?
૧૨. અરે હું એક વાત કેવાની તો ભૂલી ગયો...મને એક બકરો મળ્યો રસ્તામાં તો મેં તેને કીધું...ઈદ મુબારક....તો એ મને મારવા પાછળ પડ્યો...કેમ ખબર ના પડી મને..????????
જ. એ તો તમે ના મળ્યા એટલે એની બલિ ચડવાની ને એટલે...
૧૩. Bhagvan Sani Dev ni Janam bhumi Kai che and kya aveli che
જ. શનિદેવની જન્મભૂમિ કર્મ અને તમારા મોબાઈલ માં..
૧૪. વરસાદ પડે તો ભજિયા જ કેમ યાદ આવે?
જ. એ તો જૈસી જિસકી સો(શો)ચ...
૧૫. કેમ છો પૂછે તો જવાબ શું અપાય?
જ. તમને જવાબ આપવા માટે જ છું.
૧૬. એક રૂપિયાના સો પૈસા જ કેમ થાય?
જ. એ હિંદુ નથી. એટલે શુકનનો એક પૈસો ના હોય તો ચાલે.
૧૭. બધું ડિજિટલાઈઝ થઈ ગયું તો લગ્ન પણ ડિજિટલાઈઝ થઈ જવા જોઈએ. નહી?
જ. હાસ્તો... અને રેપ પણ...
૧૮. મારા બાજુવાળા આખો દિવસ પૂછ્યા કરે છે... લગ્ન ક્યારે કરીશ? શું જવાબ આપુ?
જ. તમને કોરોના થાય એ દિવસે..
૧૯. તમારી ફેવરિટ ડિશ કઈ?
જ. મારા ઘેર વિડિયોકોન છે.
૨૦. બટાકા અને પૌઆ મિક્સ કરી બટાકા પૌઆ બનાવાય... તો બટાકા જેવા માણસ અને પૌઆ જેવી સ્ત્રી ના લગ્ન પછી છોકરું આવે એનું નામ શું પડાય?
જ. એલિયન.
૨૧. કોઈ પ્રપોઝ કરે અને ના પાડવી હોય તો શું કરાય?
જ. હું પણ ખાલી તારા મોબાઈલ નો પાસવર્ડ આપી દે...
કેવા લાગ્યાં જવાબો?
પેટમાં દુખ્યું?
જો ના તો વધુને વધુ સવાલો મોકલો એટલે હુ પ્રકાશભાઈ ને પાડું. તેમણે હવે પીપીઈ કીટ લઈ લીધી છે.
અને આમ જ મને વાંચતા રહો, મસ્ત રહો, મજા કરો અને સવાલો પૂછતાં રહો.