સોનલ પરમાર - (18 February 2021)તમારો લખેલો આ પત્ર વાંચીને લાગ્યું કે જાણે આ સત્ય ઘટના છે. જો ખરેખર આ બન્યું છે તો ખૂબ જ દુઃખદ છે. આજકાલ બહુ જલદી જલદી યુવક યુવતીઓ સગાઈ કરી લેય છે, જલ્દી પરણી પણ જાય છે અને એટલા જ જલ્દી નાની નાની વાતોમાં સગાઈ તો ઠીક પણ લગ્ન જેવો પવિત્ર સંબંધ તોડી પણ નાંખે છે. દરેક વ્યક્તિ સામેની વ્યક્તિ પાસેથી જ બદલવાની કે સુધરવાની અપેક્ષા રાખે છે. ખેર, આ સત્ય હકીકત હોય તો બસ એટલું જ કહીશ કે બધું માફ કરી જીવનમાં આગળ વધો. સમજણ બંને પક્ષે હોય તોજ જીવનનું ગાડુ ચાલે છે. બાકી પ્રેમ શું છે તે સમજતા આખું જીવન જાય છે. ખૂબ જ લાગણીસભર પત્ર.